1
/
of
2
Panchattva Potash
Panchattva Potash
Regular price
Rs. 0.00
Regular price
Sale price
Rs. 0.00
Taxes included.
Shipping calculated at checkout.
પંચતત્વ પોટાશ (100% વોટર સોલ્યુબલ)
પંચતત્વ પોટાશ એ રેડ એલ્ગી (Red Algae - રોડોફાઇટ્સ) માંથી બનાવવામાં આવેલું 100% વોટર સોલ્યુબલ પોટાશ ખાતર છે. તેમાં 20% ઉપલબ્ધ પોટાશ (K₂O) અને 1.5% સલ્ફર હોય છે, જે પાકને ઝડપથી ઉપલબ્ધ થાય છે. પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જતું હોવાથી છંટકાવ માટે અત્યંત સરળ અને અસરકારક છે. આ પ્રોડક્ટ ફળ, શાકભાજી, બાગાયતી અને તમામ પ્રકારના પાકોમાં ગુણવત્તા અને ઉત્પાદન વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
વિશેષતાઓ
- 20% ઉપલબ્ધ પોટાશ (K₂O)
- 1.5% સલ્ફર
- રેડ એલ્ગી (Rhodophytes) માંથી બનાવેલ
- 100% વોટર સોલ્યુબલ
- પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય છે
- છંટકાવ માટે સરળ અને ઝડપી અસરકારક
અદભુત ફાયદાઓ
- ફળની સાઇઝ, આકાર, ચમક અને રંગમાં નોંધપાત્ર સુધારો કરે છે.
- પાકના દાણા અને ફળ ભરાવદાર બનાવે છે તેમજ વજન અને સ્વાદમાં વધારો કરે છે.
- પાંદડા દ્વારા ઝડપથી શોષાઈ ત્વરિત પરિણામ આપે છે.
- વધુ ગરમી, ઠંડી અને વિવિધ રોગો સામે પાકની સહનશક્તિ વધારે છે.
- ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને વધુ બજારભાવ મેળવવામાં મદદરૂપ બને છે.
- પાકના સર્વાંગી વિકાસ માટે જરૂરી પોટાશની ઉણપ દૂર કરે છે.
ઉપયોગ કરવાની યોગ્ય અવસ્થા
ફળ બેસતી વખતે અથવા દાણા ભરાવાના સમયે છંટકાવ કરવો વધુ લાભદાયી રહે છે.
ડોઝ
- 60 ગ્રામ પ્રતિ એકર
- 15 લિટર પાણીમાં 6 ગ્રામ ભેળવી છંટકાવ કરવો.
યોગ્ય પાક
શાકભાજી, ફળ પાક, કપાસ, મગફળી, મકાઈ, ઘઉં, ડાંગર, જીરૂં, મરચાં, ડુંગળી, બટાકા, દ્રાક્ષ, કેળા તથા તમામ બાગાયતી અને કૃષિ પાકો માટે યોગ્ય.
પેકિંગ
60 ગ્રામ
Share
